મુંદરામાં બે દિવસ પહેલા શિક્ષક મહેશકુમાર હરીદાસ ઠક્કરના દિકરા નિપુણ ઉર્ફે કીર્તી મહેશ ઠક્કર ઉ.વ.25ની કોઇ અજાણ્યા ઇસમોએ કોઇ અગમ્ય કારણોસર ભુખીનદીના પટમાં ગળાના ભાગે તથા શરીર પર તીક્ષણ હથીયાર વડે ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યુ હતું ત્યારે આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડેલ છે.આ આરોપી તેનો નજીકનો જ મિત્ર હોવાનું અને આર્થિક દેવામાં સપડાઇ ગયો હોવાથી હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે.આ અંગે પોલીસ દફ્તરેથી જાણવા મળ્યા મુજબ મુંદરાની આ ઘટનામાં ટેકનીકલ એનાલીસીસ અને હ્મુમન સોર્સ તથા સીસીટીવી ફુટેજ ચેક કરીને મુંદરાના પોલીસ કોન્સ્ટેબલ સંદીપદાન ગઢવી તથા એલસીબી પશ્ચિમકચ્છના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રધુમનસિંહ ગોહીલે સંયુક્ત રીતે ટેકનીકલ એનાલીસીસ તથા હ્મુમન સોર્સીસના આધારે ખારીમીઠી રોડ મતિયાદેવ મંદીર પાસે બારોઇ મુંદરા ખાતે મરણજનારનો મિત્ર દિવેન નવિનચંદ્ર ચાવડા શકના દાયરામાં આવેલ જે હકીકતના આધારે પોલીસે તપાસ કરીને પુછપરછ હાથ ધરતા દિવેનના હાથમાં હથેળીના ભાગે ઇજાઓ થઇ હોવાનું બહાર આવેલ જે અંગે યુક્તી પ્રયુક્તી થી પુછપરછ કરતા તેણે આ ગુનાને પોતે અંજામ આપ્યો હોવાનું જણાવ્યુ હતું.દિવેન દેવામાં આવી ગયો હોઇ તેમજ મરણજનાર તેના મિત્ર નિપુણે તાજેતરમાં જ નવો મોબાઇલ ફોન લાવેલ હોઇ તે મોબાઇલ ફોન વેચીને પોતાનું દેવું ભરપાઇ કરવા માટે તેમજ અગાઉ થયેલી પૈસાની લેતીદેતી મામલે મનદુખ રાખીને તેણે ખુન કર્યુ હોવાનું કબુલાત કરેલ છે.હત્યા બાદ તે નિપુણનો સેમસંગ ગેલેક્સી ફોલ્ડ ફાઇવ ફોન પોતાની સાથે લઇ ગયો હતો ત્યારે પોલીસે આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ છરી તેમજ સીમકાર્ડ અને ફોન કબ્જે કરેલ છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …