મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં મધરાત્રે 2 વાગ્યે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. વિગતો મુજબ બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર એસી બસ પલટી ગયા બાદ તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 25 મુસાફરોના મોત થયા છે. અકસ્માત સમયે બસમાં 33 મુસાફરો હતા. આ તરફ 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અકસ્માત બાદ સિટી લિંક ટ્રાવેલ્સની બસમાં ભીષણ આગ ફાટી નીકળી ગયા બાદ બસ સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 25 મુસાફરોના મોત થયા છે. હાલ ફાયર બ્રિગેડની ટીમે બસમાં લાગેલી આગને કાબૂમાં લીધી છે.
બુલઢાણાના એસપી સુનીલ કડાસેનરે જણાવ્યું કે, આ દુર્ઘટના મોડી રાત્રે લગભગ 2 વાગે થઈ હતી. અકસ્માત સમયે બસમાં 33 મુસાફરો હતા, જેમાં 25 લોકોના મોત થયા હતા, જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બસનો ડ્રાઈવર સુરક્ષિત છે. તેણે જણાવ્યું કે, બસનું ટાયર ફાટવાથી બસ પલટી ગઈ અને બાદમાં બસમાં આગ લાગી.