સુરતના સણીયા હેમાદમાં ખાડી ઓવરફ્લો થતાં ઘરમાં પાણી ઘુસતા લોકો પરેશાન સુરતમાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સવર્ત્ર પાણી પાણી દેખાઈ રહ્યા છે. ખાડીઓના પુરાણ થઈ જવાના કારણે ઓવરફ્લો થઈ રહી છે. સણીયા હેમાદ અને કુંભારીયામાં ઘરમાં પાણી ઘુસી જતાં લોકો પારાવાર પરેશાન થઈ રહ્યાં છે. ઘણા પરિવારોએ પોતાના ઘરના ઘર હોવા છતાં પાણી ઘુસી જતાં બહાર રાતવાસો કરવાની ફરજ પડી છે. તો ઘરવખરી પણ પાણીમાં પલળી ગયા છે.
