Breaking News

જુઓ માંડવીમાં પોલીસનું રેસ્ક્યુ ઓપરેશન : દુર્ગાપુરના વાડી વિસ્તારમાં કમરડુબ પાણીમાં ફસાયેલા 16 લોકોને માંડવી પોલીસે રેસ્ક્યુ કર્યા

વાડી વિસ્તારમાં ગાડી જઈ શકે એમ નહોતા પોલીસે બે કિલોમીટર પગે ચાલીને પાણીમાંથી લોકોને બહાર કાઢ્યા

ભુજ
બિપરજોય વાવાઝોડાંની ભયાનક પરિસ્થિતિ વચ્ચે પણ કચ્છ જિલ્લા વહીવટી તંત્રના કર્મનિષ્ઠ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે, ત્યારે ગતરાત્રે બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલ થકી માંડવી તાલુકાના દુર્ગાપુર વાડી વિસ્તારમાં ભારે વરસાદ થકી કમરસમા પાણી ભરાઈ જતા વાડી વિસ્તારમાં રહેતા મજૂર પરિવારો પર જીવનું જોખમ સર્જાયું હતું. જેની જાણ માંડવી પોલીસને થતા પોલીસ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી ૧૬ લોકોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા.
વિગતો મુજબ માંડવી તાલુકામાં ગતરાત્રે વાવાઝોડાને પગલે ભારે વરસાદ થતાં દુર્ગાપુરના વાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે અહીંયા મજૂરી અર્થે રહેતા પરિવારો પર જીવનું જોખમ ઊભું થતાં આ અંગેની જાણકારી પોલીસ કંટ્રોલ રૂમમાં પરિવારજનોએ કરી હતી. જેની જાણ માંડવી પોલીસને થતા જ સવારના 10:00 વાગ્યે નવ બાળકો ચાર મહિલા અને ત્રણ પુરુષોને પોલીસે પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
માંડવી પી.આઈશ્રી એમ.જે. ચૌહાણે જણાવ્યું હતું કે, પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા જાણ કરવામાં આવતા સવારે 10 વાગ્યે માંડવી પોલીસની ટીમ રેસ્ક્યુ ઓપરેશન માટે પહોંચી ગઈ હતી . પરંતુ સ્થળ ઉપર જતા માલુમ પડ્યું હતું કે, પરિવારો વાડી વિસ્તારમાં જ્યાં રહેતા હતા ત્યાં સુધી ગાડી જઈ શકે એમ નથી. જેથી મુખ્ય રોડ ઉપર જ ગાડીઓ ઉભી રાખીને બે કિલોમીટર સુધી પોલીસ કમરસમા પાણીમાં પગે ચાલીને પરિવારો સુધી પહોંચી હતી. અને તમામ પરિવારના લોકોને દોરડા અને અન્ય સાધનોની મદદથી મુખ્ય રોડ સુધી લઈ આવી સહી સલામત શેલ્ટર હોમ સુધી પહોંચાડ્યા હતા. આ પરિવારજનોમાં કુલ ૧૬ લોકોનો સમાવેશ થતો હતો. જેમાં નવ બાળકો ચાર મહિલા અને ત્રણ પુરુષ સામેલ હતા.

About vishal upadhyay

Check Also

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી કરી છે. બનાસકાંઠાનું ડીસા 45.3 ડિગ્રી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »