વહેલી સવારે IMD એ નવું બુલેટિન જાહેર કર્યું છે. જે મુજબ બિપોરજોય વાવાઝોડું જખૌથી વધુ નજીક પહોંચ્યુ છે. તો હાલ વાવાઝોડાના કેન્દ્રબિંદુ કચ્છના જખૌ બંદરથી 200 કિ.મી. દૂર છે. જે સાંજ સુધીમાં ટકરાઈ જશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 8 કલાક બાદ ગુજરાત પર બિપોરજોય વાવાઝોડું ત્રાટકશે. દર કલાકે 5 કિલોમીટર નજીક આવી રહ્યું છે
વાવાઝોડાં બિપરજોયને પગલે કચ્છમાં વધુ 2 દિવસ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 17 જૂન સુધી શિક્ષણકાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.