દિલ્હી હાઈકોર્ટે એવું ઠરાવ્યું છે કે કોઈ પણ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી માટે મહિલાની મંજૂરી જરુરી હોય છે પરંતુ સગીરાના કિસ્સામાં તેના માતાપિતાની જ મંજૂરીની જરુર હોય છે જો માતાપિતા ગર્ભપાતની મંજૂરી ન આપે તો ગર્ભપાત થઈ શકતો નથી.
સગીર તેમજ તેના વાલીએ ગર્ભપાત માટે સંમતિ આપવાનો ઈન્કાર કર્યા બાદ દિલ્હી હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે 14 વર્ષની ગર્ભવતી છોકરીને જરૂરી કાળજી માટે ચિલ્ડ્રન હોમમાં શિફ્ટ કરવામાં આવે. જસ્ટિસ અનુપ જયરામ ભાંભાણીએ જણાવ્યું હતું કે, 27 સપ્તાહની ગર્ભવતી અરજદાર ગર્ભાવસ્થાને પૂર્ણ મુદત સુધી લઈ જવા માંગતી હતી અને તેના વાલી ભાઈએ પણ સંમતિ આપી હતી.
દિલ્હીની સગીરા પર એક યુવાને રેપ કર્યો હતો જેને પરિણામે તે ગર્ભવતી થઈ હતી. હાલમા તે 27 અઠવાડિયાની ગર્ભવતી છે અને તેણે અને તેના ભાઈએ ગર્ભપાતનો ઈન્કાર કરીને બાળકને જન્મ આપવાની ઈચ્છા દર્શાવી હતી.