આવતીકાલે ધોરણ 12નું પરિણામ જાહેર થવાનું છે, સુત્રો અનુસાર, આવતીકાલે એટલે કે 31 મેના દિવસે ધોરણ -12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. આ પરિણામ બૉર્ડની વેબસાઇટ પરથી જોઇ શકાશે, સવારે સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ અને વૉટ્સએપ નંબરથી વદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઇ શકાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦ર૩માં જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં ગેરહાજર રહેલ હોય અથવા એક કે બે વિષયમાં અનુત્તિર્ણ (નાપાસ) હોવાને કારણે ગુણપત્રકમાં (Needs Improvement) “સુધારણાને અવકાશ” ધરાવે છે તેવા પરીક્ષાર્થીઓની શાળાવાર યાદી તૈયાર કરી શાળાઓને માર્ચ-૨૦૨૩ના પરીક્ષાના પરિણામ સાથે શાળાઓને મોકલવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયની પરીક્ષામાં નાપાસ કે ગેરહાજર છે અને પૂરક પરીક્ષા આપવા ઇચ્છુક હોય તેવા પરીક્ષાર્થીઓ વર્ષ-૨૦૨૩ ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે.