હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આવતી કાલે એટલે શનિવારે રાજ્યભરના લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. કારણ કે પવનની દિશા બદલાતાં તાપમાનમાં આંશિક ઘટાડો થશે. ગુરુવારે રાજ્યના જૂનાગઢમાં સૌથી વધુ 44.6 ડિગ્રી અગનભઠ્ઠી બન્યું છે.
અંબાલાલ પટેલે કહ્યું છે કે, રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ વધશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 12મે થી રાજ્યમાં 44 ડિગ્રી સુધી તાપમાન પહોચશે. આ સાથે તેમણે કહ્યું કે, આજથી આંધી અને વંટોળનુ પ્રમાણ વધશે.
અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 22 થી 24 મે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થશે. આ સાથે 28 મે થી 10 જૂન અરબ સાગરમાં ચક્રાવાત ઉભુ થશે તેવું ઉમેર્યું હતું. અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં શરૂઆતનું ચોમાસુ સારું રહેશે.