Breaking News

જાતીય સતામણી, સહમતીથી સંબંધના કેસમાં અવગણવો નવી ગાઈડલાઇન

ગુજરાત સરકારે પાસા માટેની નવી માર્ગદર્શિકા રજૂ કરી છે. નવી માર્ગદર્શિકામાં અનેક બાબતોને સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારે સંબંધિત અધિકારીઓને યોગ્ય ચકાસણી વિના આ કાયદાનો ઉપયોગ નહીં કરવાનો આદેશ પણ આપ્યો છે.

ગુનાની આદત ન ધરાવતી વ્યક્તિ પર પાસાનો અમલ ટાળવો અને જથ્થામાં દારૂ ઝડપાવા પર બુટલેગર સામે પગલા લઈને ગુનાહિત ઈતિહાસ ચકાસવો. આ ઉપરાંત નવી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, જાતીય સતામણીના કેસમાં પાસાનો અમલ અવગણવો. ભાગવાના કે સહમતિથી સંબંધમાં પાસાને અવગણવો. જમીનના નવા કેસમાં ગુનોગારોનો ઈતિહાસ ચકાસ્યા બાદ અમલ કરવો. કેસ સમાધાન પર હોય, FIR રદ થઈ હોય તો પાસાનો કોઈ અર્થ નથી.

એડવોકેટ એચ.આર પ્રજાપતિ દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત હાઈકોર્ટે પાસા માર્ગદર્શિકા ઘડવા માટે આદેશ આપ્યો હતો. જસ્ટિસ એ.એસ સુપેહિયા અને જસ્ટિસ ડી.એ જોશીની ખંડપીઠે નોંધ્યું હતું કે હાઈકોર્ટે છેલ્લા 2 વર્ષમાં આશરે 5 હજાર 500 પાસાના આદેશો રદ કર્યા છે.

About chanchal bhuj bhuj

Check Also

આગામી 5 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. હવામાન વિભાગે આગામી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »