કોલ્ડવેવના કારણે કચ્છ જીલ્લામાં જનજીવન પર વ્યાપક અસર થઇ છે ત્યારે આ પરિસ્થિતિમાં શાળાએ જતા બાળકોના હિતને ધ્યાનમાં રાખીને જીલ્લાની તમામ સરકારી , ગ્રાન્ટેડ, નોનગ્રાન્ટેડ શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે.ખાસ કરીને શાળાના આચાર્યોને આ માટે ઇજન આપવામાં આવેલ છે જેમાં તા.17થી એક સપ્તાહ માટે શાળાનો સમય સવારે 8.30થી 14.10 સુધીનો રાખવાનો તેમજ શનીવારે 8.30થી 11.30 સુધી રાખવા માટે જણાવવામાં આવેલ છે.જીલ્લા શિક્ષણાધીકારી દ્વારા આ માટે તમામ શાળાઓને સુચના આપવામાં આવેલ છે.
