CMOએ વોટ્સએપ નંબર જાહેર કર્યાના એક જ દિવસમાં 500થી વધુ ફરિયાદોના ઢગલા

લોકો હવે વોટ્સએપના માધ્યમથી ડાયરેક્ટ CMOને ફરિયાદ કરી શકશે. રાજ્યનો કોઈપણ નાગરિક હવે પોતાની ફરિયાદ, રજૂઆત કે સૂચન ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને રૂબરૂમાં કરવાને બદલે વોટ્સએપ પર કરી શકે તે માટેની સુવિધા મુખ્યમંત્રી કાર્યાલયે આપી છે. ત્યારે બુધવારે બપોરે 2 વાગ્યા સુધીની 20 કલાકમાં જ CMOના વોટ્સએપ નંબર પર 500થી વધુ ફરિયાદો આવી છે

વોટ્સએપ મારફતે આવેલી ફરિયાદોમાંથી સૌથી વધુ પોલીસ, પંચાયત અને કલેક્ટર કચેરી તેમજ સસ્તા અનાજના વિતરણ સંબંધિત હોવાનું જાણવા મળ્યું છે.

આ ફરિયાદો કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારપી, પોલીસ અધિક્ષક, શિક્ષણ અધિકારી અને આરોગ્ય અધિકારી મોકલતા જિલ્લા-તાલુકામાં દોડધામ મચી ગઈ છે. CMOના જનસંપર્ક કાર્યાલયે આ ફરિયાદોને સંબંધિત જિલ્લા, તાલુકા સ્વાગત ઓનલાઈન સિસ્ટમમાં ફોરવર્ડ કરીને સંબંધિત અધિકારીઓ પાસે ફરિયાદની સત્યતા, તપાસ અને ઉકેલનો અહેવાલ માંગ્યો છે.

લોકોને કાર્યલય સાથે જોડવા માટે એક વોટ્સએપ નંબર પણ બહાર પડવામાં આવ્યો છે. આ વોટ્સએપ નંબર ‘7030930344’ના માધ્યમથી લોકો મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક કરી શકશે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે.

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »