સરકારી વિજ્ઞાપનોની આડમાં તેમની રાજકીય જાહેરાતોને પ્રકાશિત કરવા માટે 163.62 કરોડ રૂપિયાની વસૂલીની નોટિસ ફટકારવામાં આવી છે. સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાના મુખ્ય સચિવે સરકારી જાહેરાતોની આડમાં પ્રકાશિત રાજકીય જાહેરાતો માટે આપે 97 કરોડ રૂપિયા વસૂલવાનો નિર્દેશ આપ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું છે કે, ગત મહિને જાહેર થયેલા એલજીના આદેશ બાદ ડીઆઈપીએ આપના સંયોજક અરવિંદ કેજરીવાલને સરકારી ખજાનામાંથી સરકારી જાહેરાતોની આડમાં પાર્ટી માટે પ્રકાશિત જાહેરાતો માટે 163.62 કરોડ રૂપિયાની વસૂલીની નોટિસ ફટકારી છે. જાણકારી અનુસાર, 99.31 કરોડ રૂપિયા માર્ચ 31 2017 સુધી રાજકીય જાહેરાતો પર ખર્ચ કર્યો, બાકીની રકમ પર દંડાત્મક વ્યાજના કારણે 64. 31 કરોડ રૂપિયા છે, એટલે કે આ કુલ રકમ હવે 163.62 કરોડ રૂપિયા થાય છે.