31 ડિસેમ્બરે તેઓની વય નિવૃત્ત થઇ રહેલ નર્સનું CCC પ્રમાણપત્ર બોગસ હોવાનું બહાર આવ્યું

ફરજ દરમ્યાનનું 24 વર્ષનું ઉચ્ચતમ વેતન મેળવવા પ્રયત્ન કરનાર સયાજી હોસ્પિટલની નર્સનું CCC પ્રમાણપત્ર બોગસ હોવાનું બહાર આવ્યું છે. રાજ્ય સરકારના હુકમના આધારે સયાજી હોસ્પિટલના વહીવટી અધિકારીએ રાવપુરા પોલીસ મથકે નર્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, તા. 31 ડિસેમ્બરે તેઓની વય નિવૃત્ત થઇ રહ્યા છે.
વડોદરા સયાજી હોસ્પિટલમાં વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવતા નરેન્દ્રભાઈ મેરાભાઇ રાઠવાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, હોસ્પિટલમાં આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડેડ વર્ગ ત્રણ તરીકે ફરજ બજાવતા અર્ચનાબેન બાલકૃષ્ણ દેસાઈ ( રહે – શુભમપાર્ક સોસાયટી, ગોત્રીરોડ )એ વર્ષ 1987 થી 2022 સુધી સ્ટાફ નર્સ તરીકે પાદરા ,ઝઘડિયા અને વડોદરા ખાતે ફરજ બજાવી છે. 31 ડિસેમ્બર-022ના રોજ તેઓની વય નિવૃત્તિ છે.
નર્સ અર્ચનાબેન દેશાઇ નોકરીના 24 વર્ષનો ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા માટે વર્ષ 2020 દરમિયાન વહીવટી શાખામાં અરજી આપી હતી. જેમાં વર્ષ 2013 દરમિયાન તેઓએ CCC પરીક્ષા પાસ થયાનું પ્રમાણપત્ર તથા દસ્તાવેજો રજૂ કર્યા હતા. જે અંતર્ગત ફરિયાદીએ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા અધિક નિયામક તબીબી ગાંધીનગરને રજૂઆત કરતા મંજૂરી મળી હતી. ચકાસણી સમય પ્રમાણપત્ર બોગસ હોવાનું બહાર આવતાં અધિક નિયામક આરોગ્ય અને તબીબી સેવાઓ તેમજ તબીબી શિક્ષણ ગાંધીનગર દ્વારા ફોજદારી કેસ દાખલ કરવા હુકમ કર્યો હતો.

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »