કચ્છમાં ફરી ઝડપાયો ડ્રગ્સનો મોટો જથ્થો, 500 કરોડનું 80 કિલો ડ્રગ્સ ઝડપાયું

કચ્છમાંથી વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાઈ જવા પામ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસે દરિયા કિનારેથી 80 કિલોથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ ડ્રગ્સની કિંમત આશરે 500 કરોડથી વધુ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. દરિયા કિનારેથી બિનવારસી સ્થિતિમાં ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સને એફએસએલમાં તપાસ અર્થે મોકલાતા પ્રાથમિક તપાસમાં કોકેઈન હોવાનું સામે આવ્યું છે.  થોડા સમય અગાઉ કચ્છનાં દરિયા કિનારેથી અવાર નવાર ડ્રગ્સનાં પેકેટ BSF ને પેટ્રોલીંગ દરમ્યાન મળી આવ્યા હતા. ત્યારે બીએસએફ દ્વારા તે દિશામાં તપાસ હાથ ધરી હતી. ગત રોજ પૂર્વ કચ્છ પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પોલીસને બિનવારસી હાલતમાં જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આ ડ્રગ્સ કોણે મંગાવ્યું હતું. તે તરફ તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ખાવડાથી 21 કિલોમીટર દૂર 2.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

સરહદી કચ્છ જિલ્લામાં આફ્ટર શોકનો સીલસીલો સતત યથાવત રહ્યો છે. છેલ્લી બે સદીમાં અનેક મોટા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »