નેપાળમાં હિંસાનો તોફાન: સંસદ સળગી, દેશ પર સેનાનું કંટ્રોલ અધિકારીઓ ઇમરજન્સી હેલિકોપ્ટરમાં લટકીને દેશ છોડતા હોવાના વીડિયો

by admin
0 comments

નેપાળમાં હિંસાનો તોફાન: સંસદ સળગી, દેશ પર સેનાનું કંટ્રોલ

કાઠમંડુમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનથી પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ છે. મંગળવારે રાત્રે 10 વાગ્યાથી નેપાળી સેનાએ સમગ્ર દેશનો કબજો સંભાળી લીધો છે, છતાં હિંસા ચાલુ જ છે.

👉 મુખ્ય ઘટનાઓ

સંસદ ભવન અને સુપ્રીમ કોર્ટમાં આગ લગાવાઈ.

સુપ્રીમ કોર્ટના ચેમ્બરો, આઈટી રૂમ તથા વાહનો સળગી ખાખ.

25 હજાર કેસ ફાઈલો બળી નષ્ટ.

ચિતવન જિલ્લામાં સરકારી વકીલ ઓફિસને પણ આગ ચંપી.

અત્યાર સુધીમાં 22 લોકોના મોત અને 400થી વધુ ઘાયલ.

👉 સેનાની કાર્યવાહી

27 તત્ત્વોની ધરપકડ.

₹33.7 લાખ રોકડ, 23 બંદૂકો, મેગેઝિન અને ગોળીઓ સહિત કુલ 31 હથિયારો જપ્ત.

સેનાનું કહેવું છે કે આરોપીઓ અરાજકતા અને લૂંટફાટનું કાવતરું ઘડી રહ્યા હતા.

👉 રાજકીય પરિસ્થિતિ

પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ પદ પરથી રાજીનામું આપ્યું.

કાઠમંડુ છોડી દીધું છે.

👉 હલચલનો વીડિયો
સરકારી અધિકારીઓ ઇમરજન્સી હેલિકોપ્ટરમાં લટકીને દેશ છોડતા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

🔴 હાલ પરિસ્થિતિ તંગ बनी રહી છે અને દેશભરમાં કડક કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.

You may also like

Leave a Comment