અમેરિકા બાદ કેનેડાનો ભારતને મોટો ઝટકો – 80% સ્ટુડન્ટ વિઝા ફગાવ્યા, હવે જર્મની નવી પસંદગી
નવી દિલ્હી: અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા ભારતીય સ્ટુડન્ટ્સ અને H-1B ધારકો પર કડક પગલાં બાદ હવે કેનેડાએ પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઉભી કરી છે. ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (RCC)ના તાજેતરના અહેવાલ અનુસાર, 2025માં ભારતીય વિદ્યાર્થીઓની 80 ટકા વિઝા અરજીઓ નકારી કાઢવામાં આવી છે, જે છેલ્લા દાયકામાં સૌથી ઊંચો આંક છે.
આ પગલાથી કેનેડાની કૉલેજોમાં એડમિશન ઘટ્યા છે. 2024માં કેનેડામાં માત્ર 1.88 લાખ ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હતો, જ્યારે બે વર્ષ પહેલા સુધી આ આંકડો બમણો હતો.
કેનેડા અને અમેરિકા બંનેમાં કડક નીતિઓને કારણે ભારતીય વિદ્યાર્થીઓમાં નિરાશા વધી રહી છે. પરિણામે હવે વિદ્યાર્થીઓનો વળાંક જર્મની તરફ જોવા મળી રહ્યો છે. નવીનતમ સર્વે મુજબ, જર્મની ભારતીય વિદ્યાર્થીઓ માટે ટોચની પસંદગી બની ગયું છે, જ્યારે કેનેડાનો હિસ્સો ઘટીને માત્ર 9% સુધી સીમિત રહ્યો છે.
👉 ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકા અને કેનેડાના દરવાજા સંકુચિત થતા, જર્મની હવે ઉચ્ચ શિક્ષણ માટેનું નવું કેન્દ્ર બની રહ્યું છે.

