ન્યૂજર્સીના બર્લિંગ્ટન કાઉન્ટીના જંગલમાં આગ, ફિલાડેલ્ફિયામાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર

by JAYENDRA UPADHYAY
0 comments

એટલાન્ટિક મહાસાગરને સ્પર્શીને રહેલાં આ રાજ્યમાં વ્યાપક વિસ્તારોમાં વાતાવરણ ધૂંધળું બની રહ્યું હતું. હવામાન એટલું પ્રદૂષિત બની ગયું કે તેથી નાના બાળકો અને વૃદ્ધોને તો શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી હતી, જ્યારે યુવાનો અને યુવતીઓને પણ મુંઝારો થઈ રહ્યો હતો.અમેરિકામાં વારંવાર વડવાનલ જંગલની આગ પ્રસરી રહે છે થોડા સમય પૂર્વે જ લોસ એન્જલસમાં વ્યાપક દાવાનળ ભભૂકી ઉઠયો હતો તે માટે અસામાન્ય ગરમી અને વૃક્ષોનાં પરસ્પર સાથેનું ઘર્ષણ ભલે જવાબદાર કહેવાતું હોય પરંતુ સાથે તે સતત યાદ રાખવું જોઈએ કે, જંગલમાં મંગલ કરવા માટે ઘણા કુટુમ્બો જાય છે તેઓ સ્ટવ સળગાવે છે. સીગારેટ પીવે છે. સીગરેટ સળગાવવા માટેની દીવાસળી પૂરી બૂંઝાઈ ન હોય ત્યાં ફેંકી દે છે, પરિણામે નીચે પડેલા સૂકાં પાન સળગી છેવટે દાવાનળ ફેલાય તેવી પણ સંભાવના છે.ન્યૂજર્સી રાજ્યની બર્લિંગ્ટન કાઉન્ટીમાં દાવાનળ ફાટી નીકળતાં હવા ધૂમાડાથી ભરાઈ ગઈ હતી. 3250 એકરમાં ફેલાયેલી આગના ધૂમાડાને લીધે હવામાં 30 ટકા જેટલા કાર્બન કણ પ્રસરતાં ફિલાડેલ્ફિયા શહેરમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવો પડયો હતો. લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.

You may also like

Leave a Comment