કેનેડાના વાનકુવરમાં એક ઉત્સવ દરમિયાન એક સ્પીડમાં આવી રહેલી કારે ભીડમાં રહેલા લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં ઘણા લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે આ ઘટના રાત્રે 8 વાગ્યે બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે શહેરના સનસેટ ઓન ફ્રેઝર ખાતે મોટી સંખ્યામાં ફિલિપિનો સમુદાયના સભ્યો લાપુ લાપુ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. પોલીસે કાર ચાલકને કસ્ટડીમાં લઈ લીધો છે.”41મા એવન્યુ અને ફ્રેઝર ખાતે સ્ટ્રીટ ફેસ્ટિવલમાં એક કાર ચાલકે ભીડ પર કાર ચડાવી દેતાં ઘણા લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ડ્રાઈવર કસ્ટડીમાં છે. તપાસ ચાલુ રહેતાં અમે વધુ માહિતી પ્રદાન કરીશું” વાનકુવર પોલીસે જણાવ્યું. પોલીસે હજુ સુધી પુષ્ટિ કરી નથી કે આ કાર હુમલો હતો કે અકસ્માત.
