ગાંધીનગર જીલ્લામાં મિલ્કત સબંધી તેમજ વાહન ચોરીના ગુન્હાઓ આચરતા ઇસમોને પકડી પાડવા સારૂ ગાંધીનગર રેન્જના વડા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમસેટ્ટી સાહેબ શ્રી નાઓએ અસરકાર પેટ્રોલીંગ કરી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢી પરીણામ લક્ષી કામગીરી કરવા એલ.સી.બી – ૧, પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.બી.વાળા નાઓને ખાસ સૂચના કરેલ.
ગાંધીનગર જીલ્લા વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એલ.સી.બી.ના અ.હે.કો. વિજયકુમાર ભીખાભાઇ તથા અ.પો.કો. રાજવિરસિંહ અત્તરસિંહ નાઓને હ્યુમન સોર્સથી સયુકત રીતે મળેલ માહીતી આધારે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને મોજે તેરસાપરા ચોકડી ખાતે એક ગ્રે કલરની મારૂતી સુઝુકી કંપનીની નંબર પ્લેટ વગરની અર્ટીગા ગાડી જેનો એન્જીન નં MA3BNC62SNJ5224777 K15CN9089112 ની જેની મુદ્દામાલ સાથે પકડવામાં આવેલ. તથા ચેસીસ નં – કિ.રૂા.૧૦,૦૦,૦૦ ના મુદામાલ સાથે પકડવામાં આવેલ.આ ગુનામાં અમદાવાદનો સંજય ગઢવી નામનો વ્યક્તી ફરાર છે.