ખુનના આરોપીને પકડડવા એસઓજીએ વેશ બદલીને ઓપરેશન પાર પાડ્યુ

ગાંધીનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમસેટ્ટી સાહેબ નાઓએ લુંટ, ધાડ અને મર્ડર જેવા ગંભીર પ્રકારના ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સુચના અન્વયે પોલીસ ઈન્સપેક્ટર શ્રી વી.ડી.વાળા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ. શ્રી એચ.આઈ.ભાટી, પો.સબ.ઈન્સ. શ્રી ડી.ડી.ચૌહાણ, પો.સબ.ઈન્સ. શ્રી વી.જે.રાઠોડ તથા એસ.ઓ.જી પોલીસ ટીમ નાઓને આવા ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે સુચના સબંધે એસ.ઓ.જી ટીમમાં ટેકનીકલ સર્વેલન્સની કામગીરી કરતાં પો.સબ.ઈન્સ.શ્રી વી.જે.રાઠોડ તથા અ.હે.કોન્સ. સુરેશકુમાર પ્રતાપસિંહ નાઓએ ગાંધીનગર જિલ્લા વિસ્તારમાં ગંભીર પ્રકારના ગુનાઓ આચરી રાજ્ય બહાર ભાગી ગયેલ વોન્ટેડ આરોપીઓની પોલીસ સ્ટેશન ખાતેથી માહિતી મેળવી ટેકનીકલ સર્વેલન્સ આધારે જરૂરી ડેટાનું એનાલીસીસ કરી આવા આરોપીઓની ચોક્કસ માહિતી મેળવવા કાર્યરત હતાં. દરમ્યાન ડભોડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૬૦૦૪૨૨૦૩૩૮/૨૦૨૨, ઈ.પી.કો.કલમ ૩૦૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનામાં ગીફ્ટસીટી ખાતે મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવનાર આશાસ્પદ યુવાન નામે સુરેન્દ્રસિંહ જશવંતસિંહ રહે. શાહપુર ચોકડીની બાજુમાં, શાહપુર ગામે જવાના રોડ ઉપર આવેલ એક ભાડાની ઓરડી, મકાન નં.૪, ગાંધીનગર વાળાનું આર્થિક લેવડ-દેવડ બાબતે ઝગડો કરી છરી વડે હુમલો કરી મોત નિપજાવી હત્યા કરનાર વોન્ટેડ આરોપી લેખારામ જાટ, રહેવાસી ગામ છોટા સીગડોલા, તા.લક્ષ્મણગઢ, જિલ્લો સિકર, રાજસ્થાનનું હાલનું લોકેશન મેળવી ચોક્કસ માહિતી એકત્રિત કરવામાં આવેલ.લેખારામ જાટ છેલ્લા દશેક વર્ષથી દેશના જુદા જુદા રાજ્યોમાં છુટક મજુરી કરવા જતો હોઈ અને ગામમા કોઈ ઓળખતું ન હોવાથી સચોટ માહિતી મળેલ નહી. પરંતુ ટેકનીકલ સર્વેલન્સ આધારે મળેલ ચોક્કસ માહિતી આધારે પોલીસની ઓળખ છુપાવી પ્રાદેશિક પહેરવેશ ધારણ કરી સતત ત્રણ દિવસ સુધી વોચમાં રહી આરોપીને તેના વતન નજીકના બીજા ગામમાથી શોધી કાઢી, નામદાર કોર્ટના ક્રિ.પ્રો.કોડ કલમ-૭૦ મુજબના પકડ વોરંટ આધારે ધરપકડ કરી, આગળની કાર્યવાહી સારૂ સદરી આરોપીને ગાંધીનગર લાવી ડભોડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

About JAYENDRA UPADHYAY

Check Also

કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.

સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?