Breaking News

ડાંગથી CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શાળા પ્રવેશોત્સવનો શુભારંભ, કહ્યું ‘આ સફરથી બાળકોનું ભવિષ્ય બન્યું ઉજ્જવળ’

ગુજરાતમાં આજથી 21મા શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યભરમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન ત્રણ દિવસના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ડાંગથી થઈ ચુકી છે. આ પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનું શાળામાં નામાંકન થશે. રાજ્યમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 2 દાયકાઓથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. મહત્ત્વનું છે કે આજે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 21મા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી છે.CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે નરેન્દ્રભાઈએ ગુજરાતમાં વર્ષ 2003માં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી, શિક્ષણક્રાંતિની આ સફરથી અસંખ્ય બાળકો અને પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું છે. ગુજરાત મુખ્યમંત્રીના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવી કે “માનનીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2003માં શરૂ કરવામાં આવેલ શિક્ષણના માધ્યમથી બાળકોના જીવન ઘડતર માટેની પહેલ એટલે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’. ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી બાળકોનું ઉજ્જવળ ભાવિ સુનિશ્ચિત કરવા અવિરત ઉજવાતા શિક્ષણના આ મહાયજ્ઞના 21મા તબક્કાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજથી થશે રાજ્યવ્યાપી પ્રારંભ.”

About JAYENDRA UPADHYAY

Check Also

રથયાત્રા પહેલા અમદાવાદમાં વાજતે ગાજતે નીકળી ભગવાન જગન્નાથજીની જળયાત્રા

આજે ભગવાન જગન્નાથજીની 147 મી જળયાત્રા નીકળી હતી. જેઠ સૂદ પૂનમનાં પરંપરાગત રીતે જળયાત્રા નીકળે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?