રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર ગત શુક્રવારે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટનામાં માંડવીના તબીબ દંપતી સહિત કુલ પાંચ લોકોના મૃત્યુ થયા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનાર હતભાગીના મૃતદેહોને વહીવટી પ્રક્રિયા બાદ માંડવી ખાતે ગત મોડી રાત્રે લવાયા બાદ આજે રવિવાર સવારે બન્ને દંપતીઓની તેમના નિવાસસ્થાન ખાતેથી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. યુવા વયના તમામ હતભાગીઓની અંતિમવિધિ માંડવી બીચ પર હિન્દૂ સ્મશાન ભૂમિમાં કરાઈ છે, દુઃખની આ પળમા મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. આ ઉપરાંત માંડવીના બેંક કર્મચારી અને અન્ય એક મહિલાની અંતિમવિધિ પણ બીચ ખાતે કરવામાં આવતા એક સાથે છ જેટલી ચિતાઓ અગ્નિદાહ માટે જોવા મળી હતી.રાજસ્થાન ખાતે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર ગોધરા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.પ્રતીક ચાવડા, તેમના પત્ની માંડવી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલના ડો.હેતલબેન અને માસુમ બાળા ન્યાશાની સ્મશાન યાત્રા ગાલા નગર-2 સ્થિત તેમના નિવાસસ્થાનેથી સવારે 9.30 કલાકે નીકળી હતી. જ્યારે ખારવા સમાજના કરણ કષ્ટા અને તેમના પત્ની પૂજાબેન (મેરાઉ સબ સેન્ટર કોમ્પ્યુનીટી હેલ્થ ઓફિસર)ની અંતિમયાત્રા સવારે 9.00 કલાકે તેમના નિવાસ્થાન ખાતેથી નીકળી હતી. દુઃખદ અવસરે પરિવારને માનસિક હૂંફ આપવા મોટી સંખ્યામાં લોકો બન્ને દંપતિની અંતિમ વિધિમાં જોડાયા હતા.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …