મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ પોતાનું શાનદાર વેચાણ ચાલુ રાખ્યું છે. આ સાથે જ ટોપ 10 કારમાં મારુતિની 7 કારોએ દમદાર પ્રદર્શન કર્યું છે
મે મહિનામાં મારુતિ સુઝૂકીની બલેનો કાર સૌથી વધુ વેચાઈ છે. જ્યારે એક મહિના પહેલા તે ત્રીજા નંબરે હતી. મારુતિ બલેનોના મે મહિનામાં 18700 યુનિટ વેચાયા છે. બીજા નંબરે મારુતિ સુઝૂકીની સ્વિફ્ટ કાર છે જેના 17300 યુનિટ વેચાયા છે. ત્રીજા નંબરે વેગનઆર કાર છે જેના 16300 યુનિટ વેચાયા. ટોપ 10 કારની યાદીમાં મારુતિ સુઝૂકીની અન્ય કારો જેમ કે બ્રિઝા, ઈકો, ડિઝાયર અને અર્ટિગા પણ સામેલ છે. આ સાથે જ હુંડાઈની ક્રેટા, ટાટાની નેક્સોન અને પંચ પણ યાદીમાં સામેલ છે.