હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચાર તારીખ સુધી માવઠાની આગાહી નથી. જ્યારે 24 કલાકમાં એકથી બે ડિગ્રી તાપમાન વધશે. જ્યારે રાજ્યમાં એક દિવસ બાદ એટલે કે, પાંચથી સાતમી તારીખમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીની સાથે સામાન્ય માવઠાની આગાહી કરવામાં આવી છે. માર્ચમાં વારંવાર માવઠું થતું તે જ રીતે એપ્રિલ પણ વાતાવરણ બદલાતું રહેવાની આગાહી કરવામાં આવી છે.
આવી ડબલ ઋતુને કારણે રોગચાળો વધી રહ્યો છે. વાયરલ ઇન્ફેક્શનની ઝપેટમાં બાળકો પણ આવી રહ્યા છે. ત્યારે સ્કૂલોમાં બાળકોની પરીક્ષા પૂર્ણ થઈ છે અને રજા બાદ ફરી કેટલી સ્કૂલ શરૂ થઈ છે. અમુક સ્કૂલોમાં વેકેશન ચાલે છે. ત્યારે બાળકોને બહાર ફરવા લઈ જાવ અથવા તો સ્કૂલે જાય છે તે અંગે કાળજી રાખવી જરૂરી છે.
ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, બે દિવસ બાદ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, માંડવી, જામનગર, દ્વારકામાં થઇ શકે છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં પણ માવઠાની આશંકા છે. સાતમી તારીખે દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. આ દિવસે સુરત, ભરુચ, નર્મદા, તાપી અને કચ્છમાં પણ વરસાદની શક્યતા છે.
પાંચમી એપ્રિલ માટેની આગાહી – ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જેમા બનાસકાંઠા અને સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં માવઠાની આગાહી છે. ગુજરાતના બાકીના જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં તથા પ્રદેશ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં શુષ્ક હવામાનની સંભાવના છે.
છઠ્ઠી એપ્રિલ માટેની આગાહી – ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં જેમકે, બનાસકાંઠા અને સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ગુજરાતના બાકીના જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં તથા પ્રદેશ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાંશુષ્ક હવામાનની સંભાવના છે.