સુરત કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા અને તેમને 2 વર્ષની સજા ફટકારી. જે બાદ કોંગ્રેસના નેતાનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. આ સભ્યપદ રદ્દ કરવાની જોગવાઈ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. કેરળની રહેવાસી આભા મુરલીધરને રાહુલ ગાંધીના કેસને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અરજીમાં મહિલાએ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(3)ને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરી છે. કેરળની વાયનાડ સંસદીય બેઠકનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેમનો અયોગ્યતાનો આદેશ 23 માર્ચથી લાગુ થશે. નોટિફિકેશનમાં જણાવાયું છે કે રાહુલ ગાંધીને બંધારણની કલમ 102(1) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 8 હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …