સુરતના ઉત્રાણ ખાતે આવેલા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના ગેસ બેઝ પાવર સ્ટેશનના કુલિંગ ટાવરનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. આજે સવારે 11:00 વાગ્યે 85 મીટર ઊંચા આ ટાવરને ધ્વસ્ત કરાયો છે. આ ટાવરને ધ્વસ્ત કરવા માટે 200 કિલોથી વધુ એક્સપ્લોઝિવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, સુરતના ઉત્રાણ કુલિંગ ટાવર વર્ષ 1993માં બનાવવામાં આવ્યો હતો. જેના 30 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર સરકારે આ કુલિંગ ટાવર ધ્વસ્ત કરવા નિર્ણય લીધો હતો.