ભારતમાંથી રેપના આરોપનો સામનો કરી રહેલા ભાગેડૂ નિત્યાનંદનો એક નવો પ્રોપગેંડા દુનિયાનો સામે આવ્યો છે. નિત્યાનંદે પહેલા તો યૂનાઈટેડ સ્ટેટ ઓફ કૈલાસા નામથી એક નવો દેશ બનાવ્યો હોવાનો દાવો કર્યો. જ્યાં કથિત રીતે હિન્દુ માન્યતા અનુસાર જીવન જીવે છે. હવે નિત્યાનંદે પોતાના દેશનું એક પ્રતિનિધિમંડળને એક મહિલાની આગેવાનીમાં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં મોકલવાનો દાવો કર્યો છે.
નિત્યાનંદે પોતાના તમામ સોશિયલ મીડિયા અકાઉન્ટથી તેનો પ્રચાર કરી રહ્યો છે. કૈલાસા તરફથી એક મહિલા સાધ્વી જિનેવામાં થયેલા સંયુક્ત રાષ્ટ્રના કાર્યક્રમમાં ભાગ લેતી દેખાઈ રહી છે. (twitter)
આ મહિલાએ પોતાનું નામ વિજયપ્રિયા નિત્યાનંદ હોવાનું કહ્યું છે. કૈલાસાના વેરિફાઈડ ફેસબુક અકાઉન્ટ અનુસાર, માં વિજયપ્રિયા નિત્યાનંદ સંયુક્ત રાષ્ટ્રમાં કૈલાસા દેશની સ્થાયી રાજદૂત છે. માં વિજયપ્રિયા નિત્યાનંદ પોતાનું નિવાસ સ્થાન અમેરિકાના વોશિંગ્ટન ડીસી શહેર ગણાવે છે. વિજયપ્રિયાને નિત્યાનંદે દેશ કૈલાસામાં ડિપ્લોમેટનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. (twitter)
સ્વિટઝરલેન્ડના જિનેવા શહેરમાં 22 ફેબ્રુઆરીમાં થયેલ સંયુક્ત રાષ્ટ્રના આ કાર્યક્રમમાં કાલ્પનિક દેશ કૈલાસા તરફથી માં વિજયપ્રિયા નિત્યાનંદ ઉપરાંત અન્ય 5 મહિલાઓ સામેલ થઈ હતી. સંયુક્ત રાષ્ટ્રે જિનેવામાં 19મી આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારી પર એક સંમેલન આયોજન કર્યું હતું. આ મીટિંગમાં કૈલાસા તરફથી માં વિજયપ્રિયા નિત્યાનંદ ઉપરાંત કૈલાસા લોસ એંજિલ્સના પ્રમુખ મુક્તિકા આનંદ, કૈલાસા સેન્ટ લુઈસની ચીફ સોના કામત, કૈલાસા યૂકેની ચીફ નિત્યા આત્મદાયકી, કૈલાસા ફ્રાંસની ચીફ નિત્યા વેંકેટશનંદા અને કૈલાસા સ્લોવેની માં પ્રિયમપરા નિત્યાનંદા સામેલ થઈ હતી. (twitter)