અદાણીની કંપનીઓનું કુલ બજાર મૂલ્ય આશરે 20 ટ્રિલિયન હતું જે હવે ઘટીને 7.6 ટ્રિલિયન થઈ ગયું છે
24 જાન્યુઆરીએ આ રિપોર્ટ આવ્યા બાદથી અદાણી ગ્રુપના શેર સતત ઘટી રહ્યા છે. અમેરિકન રિસર્ચ એજન્સી હિંડનબર્ગે અદાણી જૂથ પર છેતરપિંડી અને સ્ટોકની હેરાફેરીનો આરોપ મૂકતો રિપોર્ટ બહાર પાડ્યો હતો.
એક રિપોર્ટ અનુસાર અદાણીનું નામ અમીરોની યાદીમાં હવે ટોપ 25માં ક્યાંય નથી
અમેરિકન રિસર્ચ એજન્સી હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી જૂથે તેને ષડયંત્ર ગણાવ્યું હતું, જો કે રિપોર્ટમાં જણાવ્યા મુજબ હવે અદાણી જૂથ આ જ તબક્કામાંથી પસાર થતું જોવા મળી રહ્યું છે. અદાણી ગ્રુપના ત્રણ શેરમાં આ એક મહિનામાં જંગી ઘટાડો નોંધાયો છે. જેમાં અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનનો સમાવેશ થાય છે.
અદાણી ટોટલ ગેસને માર્કેટ વેલ્યુમાં રૂ. 3.44 લાખ કરોડનું નુકસાન પહોંચ્યું છે. આ ત્રણેય શેરોમાં 24 જાન્યુઆરીથી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અદાણી ટ્રાન્સમિશનને રૂ. 2.28 લાખ કરોડ અને ગ્રીન એનર્જીને રૂ. 2.26 લાખ કરોડનું નુકસાન થયું છે. અદાણી ટ્રાન્સમિશનના રૂ. 2.28 લાખ કરોડ અને અદાણી ગ્રીન એનર્જીના રૂ. 2.26 લાખ કરોડ રૂપિયા ઘટ્યા છે. અન્ય એક અહેવાલ મુજબ આ વર્ષની શરૂઆતમાં અદાણીની કંપનીઓનું કુલ બજાર મૂલ્ય આશરે 20 ટ્રિલિયન હતું જે હવે ઘટીને 7.6 ટ્રિલિયન થઈ ગયું છે.