ચીનમાં એક મહિલા રોગ નિષ્ણાતે એવી ગંદી હરકત કરી જેના વિશે જાણીને લોકો તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે. ડોક્ટરે કથિત રીતે એક મહિલા દર્દીના પ્રાઈવેટ પાર્ટની તસવીરો ખેંચી હતી. ત્યારબાદ તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધી. પબ્લિક હોસ્પિટલમાં કાર્યરત ગાયનેકોલોજીસ્ટને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે. જિયાંગ અટક ધરાવતાં ડોક્ટરના શરમજનક કરતૂતની માહિતી ત્યારે સામે આવી જ્યારે મોમો નામની એક ઈન્ટરનેટ યૂઝરે Douban.com પર ડોક્ટરની આપત્તિજનક પોસ્ટ નિહાળી. મોમોના જણાવ્યા પ્રમાણે જિયાંગે બે તસવીર શેર કરી હતી. જેમાં ડોક્ટરે કેપ્શન લખ્યું હતું મારી જિંદગીના બે અલગ હિસ્સા, એક કામ અને બીજું ઓફ વર્ક દરમિયાન. જિયાંગે આગળ લખ્યું કે પોતાના કામ પ્રત્યે ગંભીર રહો અને ત્યારબાદ કામ પછીનો આનંદ લો. કથિત રીતે જિયાંગે મહિલા દર્દીના ગુપ્તાંગની તસવીર શેર કરી હતી.
સાઉથ ચાઈના મોર્નિગ પોસ્ટમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે Douyin પર જિયાંગની ગંદી કરતૂતને 75 લાખ વખત જોવામાં આવી. જિયાંગની બીજી પોસ્ટ જોયા પછી મોમોને ખ્યાલ આવ્યો કે તે ચીનના પૂર્વી જિઆંગસુ પ્રાંતના કુશાનમાં ધ ફર્સ્ટ પીપલ્સ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ તરીકે કામ કરે છે. તેના પછી મોમોએ હોસ્પિટલને જિયાંગની કરતૂત વિશે જાણકારી આપી. ત્યારબાદ જિયાંગે Douyin પરથી પોતાનું એકાઉન્ટ ડિલીટ કરી દીધું.