બોગસ ડોક્યુમેન્ટ બનાવીને વિદેશમાં મોકલીને છેતરપિંડી આચરતા બે શાતિર ગઠિયાઓનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કર્યો છે. ક્રાઇમ બ્રાંચે રેડ દરમિયાન 39 પાસપોર્ટ, 55 રબર સ્ટેમ્પ, તેમજ વિવિધ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે. વિદેશમાં લઇ જવાની લાલચ આપીને યુવાઓ પાસેથી ગઠિયાઓ લાખો રૂપિયા પડાવતા હતા. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર કેટલાક ગઠિયાઓએ યુવાઓના લાખો રૂપિયા લઇને તેમને વિદેશમાં નહીં મોકલીને કબૂતરબાજી પણ કરી હોવાની શક્યતા છે.
ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડા પાડ્યા હતા, જેમાં પોલીસને 39 પાસપોર્ટ, કમ્પ્યુટર, પેનડ્રાઇવ, 55 સ્ટેમ્પ, ખોટા દસ્તાવેજો, કંપનીના લેટર પેડ સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી. ડોક્યુમેન્ટ મામલે પૂછપરછ કરતાં બંને આરોપીઓએ કોઇ સંતોષકારક જવાબ આપ્યો નહીં, જેથી ક્રાઇમ બ્રાંચે તેમની ધરપકડ કરી છે. બોગસ ડોક્યુમન્ટ ઊભા કરીને બંને ગઠિયાઓ યુવાઓ પાસેથી લાખો રૂપિયા પડાવી રહ્યા હતા.