ભુજ, મંગળવાર
છેલ્લા દસ વર્ષથી આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે. વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે. તાજેતરમાં યુનિક આઇડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડીયા (યુ. આઇ. ડી. એ.આઇ.) ભારત સરકારની તા. ૧૯/૦૯/૨૦૨૨ની કચેરી યાદીથી જે રહેવાસીઓએ ૧૦ વર્ષથી વધુ સમય પહેલા આધાર કાર્ડ કઢાવ્યું હોય અને તેટલા સમયગાળા દરમિયાન કોઇ આધાર અપડેશન કરવામાં આવેલ ન હોય, તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલ દસ્તાવેજો સાથે આધાર કાર્ડ અપડેટ કરવા જણાવેલ છે. આધારકાર્ડ અપડેટ કરવા માટે સરકારશ્રી દ્વારા રૂ.૫૦/- (પચાસ પૂરા/-)નો દર નક્કી કરવામાં આવેલ છે. આ અંગે કચ્છ જિલ્લામાં આવેલા નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે તેવું નોડલ ઓફિસર યુઆઈડી અને નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા દ્વારા જણાવાયું છે.