અમદાવાદ વટવામાં પિતાએ 16 વર્ષીય પુત્રીને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પિતા સગીરાને કામ કરતો ત્યાં લઇ જઇને શારીરિક સંબંધ બાંધતો હોવાનું સામે આવતા પોલીસે ધરપકડ કરી છે. વટવામાં રહેતી સગીરાને પિતાએ કેફી પદાર્થનું પીણું પીવડાવી બેભાન કરીને છેલ્લા એકાદ વર્ષથી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. એક દિવસ સગીરાને દુખાવો થતાં તેને તેની માતાને જાણ કરી હતી અને માતાએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો. જેથી માતાએ પોતાના પતિ સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સગીરાના પિતા છાપકામનું કામ કરે છે. આ હેવાન પિતાની પોતાની પુત્રી પર જ દાનત બગડી હતી. જેમાં પિતાએ એકાદ વર્ષ અગાઉ પુત્રીને ફોસલાવીને બહાર લઇ જઇને અડપલા કર્યા હતા. આટલું જ નહીં, પિતા સગીરાને કેફી પીણું પીવડાવીને બેભાન કરીને અલગ-અલગ જગ્યાઓ પર લઇ જઇને દુષ્કર્મ આચરતો હતો. જ્યારે અમરાઇવાડીમાં જ્યાં કામ કરતો તે જગ્યાએ પણ લઇ જઇને તેની પર અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો.
Check Also
કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.
સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …