પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથાલીયા સાહેબ, સરહદી રેન્જ, કચ્છ – ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંધ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓની સુચના મુજબ ગંભીર ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સુચના આપેલ હોઇ જે સુચના અન્વયે C નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જૈક્રિશ્ચિયન સાહેબ નખત્રાણા વિભાગ, નખત્રાણા તથા સર્કલ પોઈન્સ. શ્રી એમ.એચ.વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ આરોપીને શોધવા પ્રયત્નશીલ હતા.
આજરોજ કોઠારા પોલીસ સ્ટેશનના સ્ટાફ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે નવદીપ કૌર વા/ઓ કશ્મીરસિંઘ સરદાર વાળી મહીલા આરોપી મર્ડરના ગુનામા કોલસ પો.સ્ટે. ગુ.ર.નં. ૨૨૯/૨૦૨૨ ના ગુના કામે નાસતી ભાગતી છે જે સાંધવ વાડી વિસ્તારમાં છુપાયેલ છે. જે હકીકત આધારે તુરંત જ વર્ક આઉટ કરી બાતમી હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા મહીલા આરોપી નવદીપ કૌર વા/ઓ કશ્મીરસિંઘ સરદાર વાળી મળી આવતા મજકુર આરોપી ને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ ઉપરોક્ત કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી વાય.પી.જાડેજા તથા પો.હેડ.કોન્સ ધર્મેદ્રસિંહ રાણા, પો.કોન્સ દામજીભાઈ મારવાડા પો.કોન્સ નવીનભાઈ ખટાણા તથા મહીલા પો.કોન્સ સોનીબેન રબારી વિગેરે પોલીસ સ્ટાફ નાઓ જોડાયેલા હતા.