આર્જેન્ટિનાએ રવિવારે પોતાનો ત્રીજો ફિફા વર્લ્ડ કપ ખિતાબ જીત્યો છે. ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં આર્જેન્ટિનાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાંસને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક હતી અને આ મેચમાં ઘણા ટર્નિંગ પોઇન્ટ્સ હતા. મેચમાં વધારાના સમય બાદ 3-3ની બરાબરી પર સમાપ્ત થઈ અને પેનલ્ટી શૂટઆઉટમાં ગઇ હતી. વર્લ્ડ કપની આ ફાઈનલ મેચમાં ગૂગલ સર્ચ રિઝલ્ટનો 25 વર્ષનો રેકોર્ડ પણ તૂટી ગયો છે અને ગૂગલ પર મહત્તમ ટ્રાફિકનો નવો રેકોર્ડ સર્જાયો હતો. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પોતે આ અંગે માહિતી આપી છે. ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ સોમવારે ટ્વીટ કર્યું હતું કે, વર્લ્ડ કપ ફાઈનલ સર્ચ વોલ્યુમના સંદર્ભમાં અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, સર્ચમાં રવિવારે છેલ્લા 25 વર્ષમાં સૌથી વધુ ટ્રાફિક નોંધાયું છે. ત્યારે આખી દુનિયા ઇન્ટરનેટ પર ફિફા વર્લ્ડ કપ અંગે સર્ચ કરી રહી હતી.પિચાઈએ ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચને અત્યાર સુધીની સૌથી મહાન મેચ ગણાવી હતી. તેમણે લખ્યું હતું કે, અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ રમતોમાંથીએક આર્જેન્ટિના અને ફ્રાન્સ સારી રીતે રમ્યા છે. તમને જણાવી દઈએ કે, પિચાઈ પોતે પણ આ ગેમના મોટા કેન છે. તેને ફૂટબોલ, ક્રિકેટ, લોન ટેનિસ અને બાસ્કેટબોલ ગમે છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …