અમેરિકામાં આયા એટલી મોંઘી થઈ ગઈ છે કે બાળકોની દેખરેખ માટે મહિલાઓએ નોકરી છોડવી પડી રહી છે. અનેક મહિલાઓ તો મહામારી ખતમ થયા બાદથી કામે જ જઈ શકી નથી. ખરેખર અહીં અચાનક 80 હજાર ટ્રેઈની આયા(નૈની) ની અછત વર્તાઈ. તેનો ફાયદો કંપનીએ ઉઠાવ્યો અને અમેરિકાના શહેરી વિસ્તારોમાં ખાસ કરીને એ વિસ્તારોમાં જ્યાં આર્થિક રીતે સમૃદ્ધ લોકો રહે છે ત્યાં ચાઈલ્ડ કેર સેન્ટર શરૂ કર્યા. અહીં તે કોલેજોની ફીથી વધુ પૈસા વસૂલી રહ્યા છે. ચાઈલ્ડ કેર કંપની બ્રાઈટ હોરિજોન્સ સિએટલમાં કિંડર કેર માટે વાર્ષિક 36 લાખ રૂ. તો મેનહેટ્ટનમાં 33 લાખ રૂ. વસૂલાઈ રહ્યા છે. વર્ષમાં અમેરિકામાં 50 નવી ચાઈલ્ડ કેર ચેઈન્સ ખુલી ગઈ છે. વીમા કંપની કેપિટામાં ચાઈલ્ડ કેર એક્સપર્ટ ઈલિયટ હોસપેલ કહે છે કે અમેરિકામાં બાળકોની દેખરેખ હવે લક્ઝરી બની ગઈ છે. મધ્યવર્ગ અને નીચલા મધ્યમ વર્ગ તેનો ખર્ચ વહન કરી શકી રહ્યા નથી. જોકે તેમને તેની સૌથી વધુ જરૂર પણ છે કેમ કે સામાન્ય રીતે પતિ-પત્ની બંને નોકરી કરે છે. નવા ચાઇલ્ડ કેર સેન્ટર ગામડા અને શહેરના બાહ્ય વિસ્તારોમાં ખોલાતા નથી. હાલના સમયે અમેરિકામાં 1થી 5 વર્ષ સુધીના 1.20 કરોડ બાળકોને આયાની જરૂર છે પણ ચાઈલ્ડ કેર કંપનીઅો સમૃદ્ધ પરિવારોના ફક્ત 10 લાખ બાળકોની જ દેખરેખ કરી રહી છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …