અમદાવાદની બેંક ઓફ બરોડામાં કસ્ટમરના લોકરમાંથી બેંકના હંગામી પટ્ટાવાળાએ હાથ ફેરો કર્યો છે. કસ્ટમર અને બેંકના અન્ય કર્મચારીઓની જાણ બહાર અલગ અલગ લોકરમાંથી 47.80 લાખના દાગીનાની ચોરી કરી છે. જોકે, પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
બેંક ઓફ બરોડાના એલિસબ્રિજ શાખાના ચીફ મેનેજર મનોજકુમાર પ્રસાદે એલસીબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, બેંકના ટેમ્પરરી ડેઈલીબેઝ પટ્ટાવાળા તરીકે નોકરી કરતા ચિરાગ દંતાણીયાએ બેંક હસ્તકના લોકર નંબર 905 અને 881માંથી સોનાના 1,124 ગ્રામ દાગીના, 1998 ગ્રામ ચાંદીના દાગીના અને 18,000 રોકડ સહિતની મતાની બેંકના કર્મચારી કે કસ્ટમરની જાણ બહાર ચોરી કરી દીધી હતી. જે અંગે બેંકને જાણ થતાં બેંક મેનેજર દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.
શાહપુરમાં બુખાડાની પોળમાં રહેતા ચિરાગ દંતાણીયાની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો.
