50 વર્ષથી વધુ ઊમરના દરરોજ રાત્રે 5 કલાક અથવા તો તેનાથી પણ ઓછા સમયની ઊંઘ લો તો તે તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે આ રુટિન તમને કમ સે કમ બે ગંભીર બીમારીઓનો શિકાર તો બનાવી જ દેશે. આ અમે નથી કહેતા પણ આ દાવો પ્લોસ મેડિસિન જર્નલમાં પ્રકાશિત એક નવા સંશોધનમાં કરવામાં આવ્યો છે.
બ્રિટનનાં 8 હજાર સરકારી કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ લોકોને 50 વર્ષની ઉંમર સુધી કોઈપણ ક્રોનિક એટલે કે લાંબા સમયની બીમારી થઈ નથી. આ લોકોની ઊંઘને જ્યારે ટ્રેક કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે, જે લોકો 5 કલાક કે તેથી ઓછા સમય માટે ઊંઘ લેતા હતા તેમના પર જીવલેણ બીમારીઓનું જોખમ 30% હતું. જો આ લોકો 60 વર્ષની ઉંમર સુધી આ જ રુટિન ફોલો કરે તો જોખમ 32% અને 70 વર્ષની ઉંમર સુધી ફોલો કરે તો જોખમ 40% સુધી વધી જતું હતું. યોગ્ય ઊંઘ ન લેવાના કારણે મોતનું જોખમ પણ માથે મંડરાય છે.
5 કલાક કે તેનાથી ઓછી ઊંઘ લેનારા લોકો ડાયાબિટીસ, અમુક પ્રકારનાં કેન્સર, હૃદયની બીમારી, હાર્ટ સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર, ફેક્સા સાથે જોડાયેલી બીમારી, કિડનીની બીમારી, લિવરની બીમારી, ડિપ્રેશન, ભૂલવાની બીમારી, આર્થરાઈટિસ અને અનેક પ્રકારનાં માનસિક વિકારોનું જોખમ રહે છે.
Check Also
જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિ
આજરોજ રવિવારના દિવસે પોલિયો અભિયાન અંતર્ગત ભુજ શહેરમાં જ્યુબિલી સર્કલ તથા બસ સ્ટેન્ડ ખાતે ધારાસભ્યશ્રી …