ઉત્તરાખંડ-નેપાળ સરહદ નજીક એક ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને 34 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના લગ્નના જાનૈયાઓને લઈ જતી બસ કાબુ બહાર થતા સર્જાઈ હતી. તેમજ તે 200 મીટર ઊંડી ખીણમાં પડી હોવાનું જાણવા મળ્યું છે.આ અકસ્માત ગુરુવારે મોડી રાત્રે સર્જાયો હતો. આ અકસ્માત નેપાળના બૈતાડી જિલ્લાના પુરચૌરી-7 વિસ્તાર નજીક થયો હતો. જે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ઝુલાઘાટ સરહદને અડીને આવેલો છે. આ અંગે મળતી માહિતી મુજબ બસ ઓવરલોડ હતી. તેમજ અકસ્માતનું સાચું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે.આ બસ જાનૈયાઓને લઈને બૈતાડીથી બજંગ જઈ રહી હતી. જે બસે ગુરુવારે મોડી રાત્રે બૈતાડીના પુરચુની નગરપાલિકાના 7 ભવાન ગામથી સુનકુડા નજીક બડગાંવ વળાંક પર નિયંત્રણ ગુમાવ્યું હતું અને લગભગ 200 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં ઘાયલોને સ્થાનિક લોકોએ બચાવીને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં અનેક ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.આ બસ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જયારે દાડેલધુરા હોસ્પિટલમાં 5 લોકોના મોત અને કોટિલા હોસ્પિટલમાં 2 લોકોના મોત થયા. તેમજ બસ ઓવરલોડ હોવાના લીધે ચઢાણ ચડી શકી નહી અને ઊંડી ખીણમાં પડી હતી.
116
previous post

