કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે સવારે તેઓ લાલ દરવાજા સ્થિત નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન કરશે ત્યાર બાદ 11 કલાકે સરદાર બાગનું નવીનીકરણ કરશે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેની સાથે જ અમદાવાદ મહાનગરમાં વિકાસની ગતિને વધુ વેગ મળશે. મહાનગરનું ગ્રીન કવર વધે તે માટે ત્રણ જગ્યાએ ગૃહમંત્રી અમિત શાહ વૃક્ષારોપણ કરશે. જેમાં પ્રથમ સાબરમતી ખાતે આવેલા આહવાડીયા તળાવમાં વૃક્ષારોપણ કરશે, ત્યાર પછી સ્ટેડિયમ વોર્ડની અંદર વૃક્ષારોપણ કરવા જશે. અમદાવાદના સરદારબાગ ગાર્ડન, જેને UNM ફાઉન્ડેશને PPP મોડેલ પર તૈયાર કર્યું છે, તેનું લોકાર્પણ અમિત શાહના હસ્તે કરવામાં આવશે. બાદમાં અમિત શાહ ઘાટલોડિયા ખાતે પાણીની ટાંકીની બાજુમાં સ્થિત આયુષ્યવનની મુલાકાત લેશે અને ત્યાં વૃક્ષારોપણ કરશે. ઉપરાંત ત્યાં જ વિવિધ ચેરમેન સેક્રેટરી સાથે મુલાકાત કરશે અને એક હેલ્થ સેન્ટરનું પણ લોકાર્પણ કરશે. મહત્વપૂર્ણ છે કે, ગઈકાલે 30મી ઓગસ્ટ એ તેમણે મોડી સાંજે શહેરના જોધપુર અને વસ્ત્રાપુર વિસ્તારમાં બે જાહેર ગણેશ મહોત્સવમાં દર્શન કર્યા હતાં.
38

