ગત રોજ અઠવાડિયાના પહેલા દિવસે વહેલી સવારે શરૂ થયેલા ભારે વરસાદથી લોકોને ઘણી મુશ્કેલી પડી હતી. સતત ભારે વરસાદને કારણે સવારથી જ મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદની તીવ્રતા જોઈને મહાનગરપાલિકાએ બપોરના સત્ર માટે શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, સવારના સત્ર માટે પહેલેથી જ ભરેલી શાળાઓ પણ વહેલી બંધ કરી દેવામાં આવી હતી. જ્યારે આજની વાત કરીએ તો આવી સ્થિતિ માત્ર મુંબઈની જ નહીં પરંતુ મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદે ધબળાતી બોલાવી છે. જેમાં સતત વરસાદને કારણે બાંદ્રા ખાર લિંક રોડ પર, વિરાર તેમજ ચેમ્બુરમાં પાણી ભરાઈ રહ્યું ગયું. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વરસાદને કારણે પાણી ભારત વાહનોની અવરજવરમાં ભારે મુશ્કેલી થવા લાગી હતી.આમ, મુંબઈ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રોજિંદા જીવનમાં લોકોને અવરજવર તેમજ નોકરી-ધંધે જતાં લોકોને પણ અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે છેલ્લા કેટલાક દિવસોથી થતો ભારે વરસાદ હજુ પણ સક્રિય છે, પરિણામે સ્થિતિ વધુ વખોડી બની છે. ઉપરાંત આ સામે દરમિયાન અકસ્માત તેમજ વરસદના કારણ એ પોચા વિસ્તારોમાં ભૂસ્ખલનની સંભાવનનો પણ વધી જાય છે.સ્થિતિની ગંભીરતાને સમજતા ઇન્ડિગો એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. તેમણે તેમના ઓફિશિયલ X હેન્ડલ પર ટ્વીટમાં લખ્યું છે કે, “મુંબઈમાં ભારે વરસાદને કારણે, એરપોર્ટ તરફ જતા ઘણા રૂટ પર પાણી ભરાઈ ગયા છે અને ટ્રાફિક ધીમો પડી ગયો છે. આના કારણે ઓપરેશનલ પડકારો ઉભા થયા છે, જેના કારણે પ્રસ્થાન અને આગમન બંનેમાં વિલંબ થયો છે અને અમને થયેલી અસુવિધા બદલ ખરેખર દિલગીર છીએ”આમ, મહારાષ્ટ્રમાં મુંબઈ સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, પરિણામે ઠેર ઠેર પાણી ભારત જનજીવન ખોરવાયું છે. આમ હવે આ સ્થિતિ ક્યારે કંટ્રોલમાં આવશે, તે તો વરસાદ થોભશે ત્યારે જ કઈ કહી શકાય.જોકે મહત્વની બાબત એ છે કે, ભારે અને સતત વરસાદને કારણે મુંબઈ મહાનગરમાં પીવાના પાણીની ચિંતા ઓછી થઈ ગઈ છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ જણાવ્યું હતું કે, પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત, વિહાર તળાવ સોમવાર બપોરથી વહેવા લાગ્યું છે. બીજી તરફ, ભારે વરસાદને કારણે, ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાથી નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
30

