રાપર રાપર તાલુકાના ફતેહગઢ ગામે સરકારી જમીન પર કબજો જમાવી દબાણ કરી દુકાનો તથા રહેણાંક મકાન બનાવેલા શખ્સો ના ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા હથોડો પછાડવા મા આવ્યો હતો આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર રાપર તાલુકાના ફતેહગઢ ગામે સરકારી કિંમતી જમીન પર દબાણ કરનારા
સાદુર માદેવા ગોયલ..અયુબ જુસબ કુંભાર..રબારી પરબત સોમા ..રબારી લખમણ બધા ના દબાણ પર બુલડોઝર ફેરવી દેવાયું હતું આજે આ દબાણો દુર કરવા માટે વહીવટી તંત્ર નાદબાણ દુર કરનાર અધિકારી
ભુપતદાન ગઢવી એટીડીઓ.વહિવટદા જીતુદાન ગઢવી ..તલાટી એન.ડી સોલંકી ..પો.હેડ કોન્સ્ટેબલ વણવીર ચૌધરી તથા ટીમ દ્વારા દુર કરવા મા આવ્યા હતા દબાણ કરનારા શખ્સો ને ફતેહગઢ ગ્રામ પંચાયત મારફતે
રાપર તાલુકા વિકાસ અધિકારી દ્વારા ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી છતાં દુર ના કરવામાં આવતા આજે દુર કરવા મા આવ્યા હતા
