મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં આજથી ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ, સ્કર્ટ, ફાટેલા કપડાં અને ખુલ્લા કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.સિદ્ધિવિનાયક મંદિર પ્રશાસનના નિર્ણયનું ભક્તોએ સ્વાગત કર્યું છે. ગુરુવારે સવારે મંદિરમાં દર્શન માટે પહોંચેલા ભક્તોએ કહ્યું કે આ એક સારો નિર્ણય છે.
સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના ખજાનચી આચાર્ય પવન ત્રિપાઠીએ ડ્રેસ કોડ લાગુ કરવાનું કારણમાં કહ્યું હતું કે, “મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના સનાતની અને ગણેશ ભક્તો માટે પણ આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. લાખો લોકો અહીં દર્શન માટે આવે છે અને અહીં આવતા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.” “પરંતુ, જ્યારે લોકો કોઈ પવિત્ર સ્થળની મુલાકાત લે છે, ત્યારે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે જેથી તે સ્થળની પવિત્રતા જળવાઈ રહે. મંદિરની મુલાકાત લેતા ભક્તોના સૂચનોના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.