ભુજ
ભુજ થી ખાવડા જતા રોડ પર લોરીયા ચેકપોસ્ટથી પહેલા એક આઇટેન કાર પલ્ટી જતા તેમાં સવાર માતાપીતાની નજર સામે જ પુત્રીનુ મોત નિપજ્યુ હતું.
આ અંગે મળતી વિગતો મુજબ ભુજથી ખાવડા જતા રોડ પર ચેકપોસ્ટ પહેલા અમદાવાદના મહેન્દ્રભાઇ મનસુખભાઇ કોડાવલા કચ્છ આવ્યા હતા ત્યારે તેમની કબ્જાની ગાડી નં.જી જે 01 કેડી 9228 આઇટેન બેદરકારીથી ચલાવીને પલ્ટી ખવડાવીને પોતાને તથા પોતાની પત્નીને ઇજા પહોંચાડી તેમજ આ અકસ્માતમાં તેમની દિકરીને માથામાં તથા ગળાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું મોત નિપજ્યુ હતું.
