બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી જુદા જુદા પોલીસ સ્ટેશનમા અગલ-અલગ ગુનાકામે કબ્જે કરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવા સુચના કરેલ જેથી તેઓના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશનમાં તા-૧૫/૧૦/૨૦૨૪ થી તા.૧૯/૧૨/૨૦૨૪ સુધીના સમયગાળામાં પ્રોબીહીશના અગલ-અલગ ૧૦ ગુનાઓમા કબ્જે કરવામાં આવેલ અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની ૭૫૦ મી.લીની બોટલ નંગ- ૮૦૯૭ કી.રૂ. ૪૪,૬૯,૬૧૭/- તથા ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૮૦ મી.લી.ની બોટલ નંગ-૭૫૫ કી.રૂ ૧,૯૩,૯૫૮/- તથા અલગ – અલગ બ્રાન્ડના બીયરના ટીન નંગ -૪૫૮૭ કી.રૂ ૫,૩૪૧૩૦/- વાળો કબ્જે ક૨વામા આવેલ હોય જે મુદામાલ નાશ કરવા માટે કોર્ટ માંથી હુકમ મેળવી સબ ડીવિઝન મેજીસ્ટ્રેટ આઈ.એસ.અધિ. સુનીલકુમાર સાહેબ તથા નાયબ પોલીસ અધીક્ષક મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓની રૂબરૂ અને અંજાર પોલીસ સ્ટેશન ના પી.આઈ. એ.આર.ગોહિલ નાઓ તથા નશાબંધી અને આબકારી અધીકારી એસ.પી.મારૂ દ્વારા કુલ કિ.રૂ. ૫૨,૦૦, ૭૦૫/- ના પ્રોહીબીશન ના મુદામાલનો નાશ કરવા લોડર, ડમ્પરો, જે.સી.બી., ઈ.સી.આર. ફાયર તથા એમ્બ્યુલન્સ વાહનો ઉપયોગ કરી દારૂનો નાશ કરેલ.
આ કામગીરીમાં સબ ડીવિઝન મેજીસ્ટ્રેટ આઈ.એસ.અધિ. સુનીલકુમાર તથા નાયબ પોલીસ અધીક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ અંજાર તથા અંજાર પોલીસ સ્ટેશન ના પી.આઇ. એ.આર.ગોહિલ નાઓ તથા નશાબંધી અને આબકારી અધીકારી એસ.પી.મારૂ તથા રાઈડર હેડ નમ્રતાબેન ગઢવી એ.એસ.આઈ. તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.