ભુજ-મુંદ્રા રસ્તાઓના રિસરફેસીંગ માટે રૂ. ૪૨.૫૧ કરોડ રૂપિયા મંજૂર

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા રાજ્યમાં હાથ ધરાઈ રહેલા અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા તથા તેને પૂરક માર્ગો તરીકે કાર્યરત કુલ પાંચ જેટલા રસ્તાઓના રીસરફેસિંગ માટે ૧૩૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આવા કુલ ૧૪૨ કિ.મી લંબાઈના માર્ગો માટે આ રકમ મંજૂર કરી છે.

તદ્દઅનુસાર, પેથાપુર-નારદીપુર-ખેરવા ૨૨.૪૦ કિ.મી, જામનગર-લાલપુર-વેરાદ ૩૧.૮૫ કિ.મી. તેમજ નડિયાદ-પેટલાદ-ખંભાત ૨૪.૦૦ કિ.મી. અને ચીખલી-ધરમપુર ૨૦.૪૫ કિ.મી. તથા ભુજ-મુંદ્રા ૪૩.૫૦ કિ.મી. માર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના સાહસ સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા પાછલા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં વિવિધ મહત્વપૂર્ણ માર્ગોના નિર્માણ, રીસર્ફેસિંગ, વિસ્તૃતિકરણ વગેરે માટે કુલ ૨૯૯૯ કરોડ રૂપિયાના કામો હાથ ધરવામાં આવેલા છે.

About JAYENDRA UPADHYAY

Check Also

કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.

સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?