ભુજ,
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજય વેરા નિરીક્ષક,વર્ગ-૩ ની પ્રાથમિક કસોટીની પરીક્ષા આગામી તા.૨૨મી ડિસેમ્બર-૨૦૨૪ના યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા માટે પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે.
જિલ્લામાં ઉપરોકત પરીક્ષા, પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તેમજ પરીક્ષા સ્થળના સંચાલકશ્રીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તેમજ પરીક્ષા સમય દરમિયાન જાહેર વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી તથા પરીક્ષાઓ દરમિયાન ચોરીના દુષણના કારણે તેજસ્વી પરીક્ષાર્થીઓના ભાવિ પર અસર ન પડે તે માટે કોપી રાઇટ/ડૂપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના ઉતરો કોપીઈંગ મશીન દ્વારા ન થાય તથા પરીક્ષા ખંડમાં ન પહોંચે તે માટે પ્રતિબંધિત પગલાં લેવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મિતેશ પંડયા એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા -૨૦૨૩ ની કલમ ૧૬૩ મુજબ તેમને મળેલ સતાની રૂએ પ્રતિબંધો ફરમાવ્યા છે. જેમાં અનુસૂચિ મુજબ ભુજની ઈન્દ્રાબાઇ ગર્લ્સ હાઈસ્કુલ,યુનિટ-૧ ઈન્દ્રાબાઇ ગર્લ્સ હાઈસ્કુલ,યુનિટ-૨, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ,સેન્ટર-એ, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ,સેન્ટર-બી, માતૃછાયા કન્યા વિધાલય, શેઠ વી.ડી.હાઈસ્કૂલ, પરીક્ષા કેન્દ્રોની આસપાસની ૧૦૦ મીટર ત્રિજયાના વિસ્તારમાં તા.૨૨/૧૨/૨૦૨૪ (રવિવાર) ના સવારે ૬ વાગ્યાથી બપોરના ૩ કલાક સુધી પ્રતિબંધો અમલમાં રહેશે.
જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇપણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠા થવું નહીં, સરઘસો કાઢવા નહીં તેમજ સૂત્રો પોકારવા નહીં. પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોપીઈંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ/કોપીઈંગ મશીન ધારકોએ તેઓના કોપીઈંગ મશીનો ચલાવવા નહીં કે કોઇપણ પત્રો, દસ્તાવેજો કે કાગળોની નકલો કરવી નહીં અને મશીનો બંધ રાખવા.
પરીક્ષા કેન્દ્રો/બિલ્ડીંગોના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ પોલીસ કર્મચારીઓ ઉભા રહી જે પરીક્ષાર્થી પાસે પ્રવેશિકા (રસીદ) હોય તે ચકાસીને જ માત્ર પરીક્ષાર્થીને જ પ્રવેશ આપવાનો રહેશે. પરીક્ષામાં રોકાયેલા કેન્દ્રોના સંપાદકશ્રીઓ, બિલ્ડીંગના કન્ડકટરશ્રી, ખંડ નિરીક્ષકો, વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવે છે તે વોટરમેન, બેલમેન કે જેઓને આયોગ દ્વારા ઓળખકાર્ડ આપવામાં આવેલ છે તે તપાસીને પ્રવેશ આપવાનો રહેશે. પોલીસ કર્મચારીએ પરીક્ષા કેન્દ્ર/બિલ્ડીંગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ ફરજ બજાવવાની રહેશે. વર્ગખંડમાં પ્રવેશ કરવાનો રહેશે નહીં અને પરીક્ષા કેન્દ્રની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇપણ માર્ગ ઉપર ચોકમાં ગલીમાં કોઇપણ વ્યક્તિએ સ્માર્ટવોચ, વાયરલેસ ડીવાઇસીસ જેવા કે બ્લુ ટુથ,ઈયરફોન,લેપટોપ, પેન કેમેરા, મોબાઇલ કે ઈન્ટરનેટ સાથે કનેકટેડ ઉપકરણો કે અન્ય કોઇપણ ઈલેકટ્રોનિકસ સાધનો લઇ જવા નહીં તથા મ્યૂઝિક, સંગીત ઈત્યાદી જોરથી વગાડવું નહીં.
આ હુકમ અન્વયે પોતાના અંગત ઉપયોગ માટે કોપીઈંગ મશીનનો વપરાશ કરતી વ્યક્તિઓને, પોતાની ફરજની રૂએ કામ કરતી વ્યક્તિને એકત્રિત થવાની જોગવાઇ લાગુ પડશે નહીં, આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …