સુરતમાં 2.5 કરોડથી વધુની નકલી નોટ ઝડપાઈ, પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

સુરતની સારોલી પોલીસે નકલી નોટ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા અઢી કરોડથી વધુ રકમની બનાવટી નોટ મળી આવી હતી. ભારતીય ચલણની નોટ સાથે આરોપીઓ બનાવટી નોટ મુકી દેતા હતા. બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને વચ્ચે બનાવટી નોટ રાખતા હતા. મુંબઈથી સુરત ડિલીવરી માટે આવી રહ્યા હતા. તે દરમ્યાન નિયોલ ચેક પોસ્ટ પાસેથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.

આરોપીઓ પાસેથી અઢી કરોડની રૂપિયા 500 અને 200 ની નોટ જપ્ત કરવામાં આવી છે.સારોલી પોલીસને મળેલી બાતમીનાં આધારે દત્રાત્રેય શિવાજી રોકડે, ગુલશન અજીત ગુગલે તેમજ રાહુલ વિશ્વકર્મા નામનો શખ્શ જેઓ મહારાષ્ટ્રનાં અહેમદનગર ખાતેથી ભારતીય ચલણી નોટ જેમાં નકલી નોટ મુકી ભેગી કરીને સુરત તરફ ચાલતા આવી રહ્યા હતા. તે દરમ્યાન નિચોલ ચેક પોસ્ટ પાસે પોલીસને ત્રણેય શખ્શો પર શંકા જતા પોલીસ દ્વારા ત્રણેય શખ્સોની પૂછપરછ હાથ ધરી હતી.આરોપી દત્તાત્રેય શિવજીની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવતા તેણે કહેલ કે રાહુલ મહાદેવ કાલે રહે. અહેમદનગરવાળાનો આજથી અઠવાડિયા પહેલા અમારા સંપર્કમાં આવેલ હતો. અને રાહુલ કાલેએ જણાવેલ કે સુરત શહેર વિસ્તારમાં મોટું માર્કેટ આવેલ છે. રૂપિયા 200 અને 500 ના દરની અસલી અને કૂપનવાળી નોટોનાં બંડલ હું તમને બનાવીને મુંબઈ ખાતે આપશ. જે મને સુરત રેલ્વે સ્ટેશન પર આપજો. જે બાદ હું આ નોટોનાં બંડલો હું 100 અને 50 ના અસલ નોટોનાં બંડલો સાથે મેળવી આ 200 અને 500 ના દરનાં બંડલો આપી દઈશું. તેમજ જે નફો થાય તે સરખે ભાગે વહેંચી લઈશું.

About JAYENDRA UPADHYAY

Check Also

ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ

અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?