ઈઝરાયલે ફરી એકવાર ગાઝામાં એર સ્ટ્રાઈક કરી છે. સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર, ઈઝરાયલી સેનાએ આજે વહેલી સવારે ગાઝાની એક મસ્જિદ પર એર સ્ટ્રાઈક કરી છે. જેમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે, જ્યારે ડઝનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ એર સ્ટ્રાઈક એવા સમયે કરવામાં આવી છે જ્યારે ઈઝરાયલ-હમાસ યુદ્ધને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે.મધ્ય ગાઝા પટ્ટીમાં ડેર અલ-બલાહમાં અલ-અક્સા હોસ્પિટલ પાસે સ્થિત મસ્જિદ પર હુમલો એવા સમયે થયો છે જ્યારે પેલેસ્ટાઈન વિસ્તારમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. હુમલો ખૂબ જ ભીષણ હતો. મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે મસ્જિદનો ઉપયોગ વિસ્થાપિત લોકોને રહેવા માટે કરવામાં આવતો હતો. ઇઝરાયલી સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેણે હમાસના આતંકવાદીઓ સામે ચોકસાઈપૂર્વક સ્ટ્રાઈક શરૂ કરી હતી જેઓ દેર અલ-બલાહ વિસ્તારમાં શુહાદા અલ-અક્સા મસ્જિદ અને તેની અંદર હમાસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું સંચાલન કરી રહ્યા હતા.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …