ગાંધીનગર: શનિવાર:
ગાંધીનગર જિલ્લામાં સાદી માટી ખનિજની ચોરીને અટકાવવા માટે આવા વાહનોનું ચેકીંગ કરવા જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે દ્વારા જિલ્લાની ભૂસ્તર કચેરીને સૂચના આપવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં ખનિજ લઇ જતાં વાહનોનું સધન ચેકીંગ ભૂસ્તર કચેરી દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગઇકાલે ભૂસ્તર કચેરીની ટીમ દ્વારા પેથાપુર, ઘ-૦ અને પીપળજ નજીકથી બિન અધિકૃત રોયલ્ટી પાસ કરતાં વધુ સાદી માટી ખનિજ ભરીને જતાં સાત વાહનો પકડી પાડવામાં આવ્યા છે. કુલ રૂ. ૧ કરોડ ૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે સઘન ચેકીંગ કાર્યવાહી કરવા માટે ગાંધીનગર જિલ્લા ભૂસ્તર અધિકારી શ્રી પ્રણવ સિંહને જણાવ્યું છે. કલેકટરશ્રીની સૂચનાનુસાર ભૂસ્તર અધિકારી દ્વારા જિલ્લાના વિવિધ માર્ગો પર સાદી માટી ખનિજનું વહન કરતાં વાહનોનું ચેકીંગ કરવા માટે ટીમ બનાવવામાં આવી છે. જે અંતર્ગત તા. ૨૦મી સપ્ટેમ્બર ના રોજ ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા પેથાપુર વિસ્તારમાંથી બિન અધિકૃત રોયલ્ટી પાસ કરતા વધુ સાદી માટી ખનિજ વહન કરતાં પાંચ વાહનોને પકડી પાડયા હતા. જેના વાહન નંબર જીજે- ૩૮ ટીએ- ૭૦૭૧, જીજે- ૩૮ ટીએ ૭૦૭૨, જીજે-૩૮ ટીએ- ૭૦૭૪, જી.જે- ૧૩ એએક્સ ૩૧૭૫ અને ડીડી- ૦૨ જી- ૯૩૦૬ વહન કરતાં વાહનોને પકડીને સીઝ કરવામાં આવ્યા છે. તેની સાથે વાહન નંબર – જી.જે- ૨૪ એકસ- ૪૧૯૦ ને ઘ- ૦ સર્કલ નજીકથી અને વાહન નંબર- જીજે- ૧૭- એકસએકસ ૨૯૪૫ ને પીપળજ ચેકપોસ્ટ ખાતેથી બિન અધિકૃત ઓવરલોડ સાદીરેતી ખનિજ ભરી વહન કરતાં પકડી પાડવામાં આવ્યા છે. આ તમામ વાહનોને પીપળજ ચેક પોસ્ટ ખાતે રાખવામાં આવ્યા છે. આ ચેકીંગ અન્વયે કુલ- ૧ કરોડ ૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ તમામ ૭ ડમ્પરના વાહનોના માલિકો અને કસુરદારો વિરુધ્ધ બનિઅધિકૃત ખનિજ વહન સબબ ગુજરાત મિનરલ્સ નિયમો – ૨૦૧૭ હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ઘરવા માટે જિલ્લા કલેકટરશ્રીએ સૂચના આપી છે.
Check Also
કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.
સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …