હાલ ફેઝ-1માં મોટેરાથી સેકટર-1 સુધીની અને જીએનએલએયુથી ગિફ્ટ સિટી સુધીની સર્વિસ શરૂ થઈ છે. જ્યારે મોટેરાથી જીએનએલયુ વચ્ચેના સાત સ્ટેશન હજુ શરૂ કરાયા નથી.
આ સ્ટેશનો આગામી ફેબ્રુઆરી સુધીમાં તબક્કાવાર શરૂ થઈ જશે. જ્યારે સેકટર-1થી મહાત્મા મંદિર સુધીના સાત સ્ટેશન જુન -2025 સુધીમાં શરૂ કરાશે. હાલ તો ગાંધીનગર સુધી મેટ્રો સર્વિસ શરૂ થતા જીએનએલયુ અને પીડીપીયુના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે.